સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે.- રવીંદ્રનાથ ટાગોર. "ઊઠો,જાગો અને ધ્યેય પાપ્તિ સુધી મંડ્યા રહો."- સ્વામી વિવેકાનંદ "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે."- 'ગાંધીજી'

ગુરુવાર, 31 મે, 2012


સ્વર:- રાજુલ મહેતા કાવ્ય પઠન;- હરિન્દ્ર દવે
આજની ઘડી તે રળિયામણી
હે મારા વા'લોજી આવ્યાની વધામણી હો જી રે

જી રે તરીયા તોરણ બંધાવીયે
હે મારા વા'લાજી મોતીડે વધાવીયા હો જી રે

જી રે લીલુડા વાંસ વઢાવીએ
હે મારા વા'લાજીનો મંડપ રચાવીએ હો જી રે

પૂરો પૂરો સોહાગણ સાથિયો
હે વા'લો આવે મલપતો હાથીયો હો જી રે

જી રે જમુનાના જળ મંગાવીએ
હે મારા વા'લાજીના ચરણ પખાળીએ હો જી રે

સહુ સખીઓ મળીને વધાવીએ
હે મારા વા'લાજીના મંગળ ગવરાવીએ હો જી રે

જી રે તનમનધન ઓવારીએ
હે મારા વા'લાજીની આરતી ઉતારી હો જી રે

જી રે રસ વાઢ્યો છે અતિ મીઠડો
હે મે'તા નરસૈના સ્વામીને દીઠડો હો જી રે
કવિશ્રી:- નરસિંહ મહેતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો