આ બ્લોગ થકી ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ વિશે તેમજ આપને ઉપયોગી માહિતી પીરસવાનો મેં નાનો એવો પ્રયાસ કર્યો છે. આપના સૂચનો આવકાર્ય છે. "ashvinvarmora13@gmail.com"
શનિવાર, 23 ફેબ્રુઆરી, 2013
Chanakya Niti Sutra Success By Animals Thought
>>સફળ થવા માટે કયા પ્રાણીમાંથી શું સમજશો, શું કહે છે ચાણક્ય<<
ચાણક્ય આજના યુગમાં પણ દરેક બાબતને ઉજાગર કરી મેનેજમેન્ટ અને સક્શેસ માટે પંકાતું એક નામ. શિક્ષકો હોય તો આવા કે તેનો એક અવાજ આજે પણ ઘણા શિષ્યોને પરોક્ષ રીતે તૈયાર કરી શકે છે. એ સમયે તેણે વિજય મેળવવા માટે ચંદ્રકગુપ્તને સામાન્ય બાબતો પરથી વિજયની અને જીવનજીવવાની રીત આપી હતી.
આજે આપણે જાણીએ કે ચાણક્યએ કેટલાક પશુ પાસેથી જીવન જીવવાના કેટલાક સુત્રો આપણને આપ્યા છે. આ સૂત્રો છે તો સામાન્ય આ બધા પ્રાણીને આપણે જોતા હોઈએ છીએ પણ તે ‘ઢોર’માંથી પણ આપણને સારી વાતો જાણીને અપનાવતા આવડે તો આપણને આપણા કામમાં સફળતા ચોક્કસ મળી શકે છે.
તમારે તમારા કુટુંબમાં, મિત્રોમાં અને સમાજમાં સફળ માણસ તરીકેનો વટ પાડવો છે તો જરૂર અપનાવો ચાણક્યની પશુ પાસેથી મેળતવેલા સૂત્રોની બાબતો....
સિંહાદેકં બકાદેકં શિક્ષેશ્ચત્વારિ કુકુટાત્।
વાયસાત્પંચ શિક્ષેશ્ચ ષટ્ શુનસ્ત્રીણિ ગર્દભાત।।
સિંહ અને બગલામાંથી એક, કૂકડામાંથી ચાર, કાગડામાંથી પાંચ, કુતરામાંથી અને ગધેડામાંથી ત્રણ ગુણ ગ્રહણ કરવા જોઈએ.
આ ગુણો કયા કયા તે જાણીએ આગળ....
બહ્વાશી સ્વલ્પસન્તુષ્ટઃ સુનિદ્રો લઘુચેતનઃ।
સ્વામિભક્તિશ્ચ શૂરશ્ચ ષડેતે શ્વાનતો ગુણાઃ।।
ભોજન જ્યારે મળે ત્યારે પેટભરીને જમી લેવું, થોડાંથી સંતોષ માનવો, સારી ઊંઘ પણ સચેતતા પૂર્વક લેવી, સ્વામિ પ્રત્યે વફાદરી, લડવામાં જરા પણ ગભરાવું નહીં આ છ ગુણ કૂતરા પાસેથી સમજવા જેવા છે.
ભોજન માટે વધારે પ્રયત્ન ન કરવો, જેટલું જ્યારે મળે ત્યારે ભોજન કરી લેવું કારણ કે ભોજનની પણ લાલચ તમને કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે ફસાવી શકે છે. ઊંઘ સારી રીતે કરવી કારણ કે તે બળ આપનાર છે પણ દરેક સ્થિતિ માટે સચેત રહેવું. તમારું ભરણપોષણ કરનારા પ્રત્યે ગમે તેવી પરિસ્થિતિમાં પણ છેહ ન આપો કારણ કે મુશ્કેલીમાંથી તે જ બચાવી શકે છે અને ગમે તેવી પરિસ્થિતિ જીવનમાં નિર્માણ થાય લડવા માટે સદા તત્પર રહેવું.
પ્રબૂતં કાર્યમલ્પં વા યન્નરઃ કર્તુમિચ્છતિ।
સર્વારમ્ભેણ તત્કાર્યં સિંહાદેકં પ્રચક્ષતે ।।
કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો તો તેમાં પહેલેથી જ તમામ શક્તિ લગાવી દેવી જોઈએ. શરુઆતથી અંત સુધી તમામ શક્તિનો ઉપયોગ એ ગુણ સિંહમાંથી પ્રાપ્ત થાય છે.
તમે કોઈ કામ પ્રારંભ કરી રહ્યા છો તો તેના માટે જરૂરી છે કે પહેલેથી આયોજન બદ્ધ શક્તિ લગાવો. સિંહ શિકાર કરવા ધ્યાન કેન્દ્રિત કરે ત્યારે પોતાની તમામ શક્તિ શરીરમાં ભરીને પ્રહાર કરે છે. એમાં પહેલા તે બરોબર શિકારને પારખીને ઝપટે છે. આથી આપણે પણ કોઈ કામમાં સફળ થવા માટે કામની બરાબર પરખ કરીને તેને પૂરું કરવા ઝપટવું જોઈએ.
ગૂઢમૈથુનચરિત્વં ચ કાલે કાલે ચ સંગ્રહમ્।
અપ્રમત્તમવિશ્વાસં પંચ શિક્ષેશ્ચ વાયસાત્।।
છૂપાઈને મૌથુન કરવું, સમયસર સંગ્રહ કરવો. સતત સાવધાન રહેવું, સંપૂર્ણ વિશ્વાસ કોઈ પર ન કરવો, અવાજ કરીને બધાને ભેગા કરવા. આ સૂત્ર કાગડા આપે છે.
તમારી પર્સનલ લાઈફને પર્સનલ રાખો, પૈસા, અનાજ વગેરે બાબતોનો સમય આવ્યે ઉપયોગ કરવો અને સંગ્રહ પણ કરવો જેથી જીવનમાં આગળ કામ લાગે. કોઈના પર અતિવિશ્વાસ કરવાથી દગો થઈ શકે છે. કોઈ મુશ્કેલી આવ્યે તેની સામે લડવા બધાને ભેગા કરવા જોઈએ, તમારો અવાજ તમારી પબ્લિસીટી છે.
પ્રત્યુત્થાનં ચ યુદ્ધં ચ સંવિભાગં ચ બન્ધુષુ।
સ્વયમાક્રમ્ય ભુક્તં ચ શિક્ષેશ્ચત્વારિ કુક્કુટાત્।।
સમયસર જાગવું, યુદ્ધ માટે સદાય તત્પર રહેવું, પોતાના ભાઈઓને ભગાડી તેનો હિસ્સો પોતે લઈ લેવો. આ ગુણો કૂકડામાંથી લેવા જોઈએ.
અહીં સમજવાનું છે કે આ બધા ગુણો માત્ર ગ્રહણ કરવાના નથી પણ તેને સમજીને જોવું કે તમારે જે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવી છે તો તેને યુદ્ધની જેમ સ્વીકારી અને તેના માટે સતત સાવધ રહો. સમયસર બધું કામ પૂરું કરવા માટે સમયસર જાગવું બન્ને રીતે જરૂરી છે એક તો નિંદરમાંથી અને બીજું અજ્ઞાનમાંથી. ભાઈઓ સાથે ન લડો કારણ કે તેના કારણે તમારો શત્રુ તેનો મિત્ર થઈ અને તમને હરાવી શકે છે.
ઈન્દ્રિયાણિ ચ સંયમ્ય બકાવત્ પણ્ડિતો નરઃ।
દેશકાલબલં જ્ઞાત્વા સર્વકાર્યાણિ સાધયેત્।।
બગલાની જેમ ઈન્દ્રિયો પર સંયમ લાવી અને દેશ, કાળ અને બળને જાણી વિદ્વાનોએ પોતાનું કાર્ય પાર પાડવું જોઈએ.
આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો આ ત્રણ બાબત ખાસ જરૂરી છે. દેશ અર્થાત પ્રદેશ કેવું વાતાવરણ છે, સમય તમારો છે કે નહીં અને તમારી શક્તિનું સામર્થ્ય તેને પ્રાપ્ત કરવા માટેનું છે કે નહીં આ જોઈ અને તમારી ઈન્દ્રિયોને કેવળ એ કામ માટે જ લગાવી દેવામાં આવે તો ચોક્કસ તમે સફળ થઈ શકો છો.
ય એતાન્ વિશતિગુણાનાચરિષ્યતિ માનવઃ।
કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેયઃ સ ભવિષ્યતિ।।
આ વીશ ગુણને જે અપનાવી લે છે તે માનવને કોઈ પણ કાર્યમાં પાછા પગલા કરવા પડતા નથી અને તેનું ભવિષ્ય સુનિશ્ચિત અને વિજયી હોય છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)